અમાસનો અંધકાર - 13

(11)
  • 3.4k
  • 1.4k

શ્યામલીએ વીરસંગની આપેલી પાયલ પહેરી વીરસંગની વાતને સ્વીકૃતિ આપી દીધી. એ જ એના મનમંદિરની પૂજારણ એવું મનોમન કહી પણ દીધું. શ્યામલીના લગ્નની ઘડીઓ આવી ગઈ. લગ્નનું પહેલું નિમંત્રણ વેવાઈને આપવા જવાના વિચાર સાથે કાળુભા જમીનદારને આંગણે પહોંચે છે. હૂંફાળા આવકાર સાથે લગ્નને વધામણી આપી મોં મીઠા થાય છે. આખા ગામમાં વીરસંગના લગ્નની જ ચર્ચા હોય છે. બપોરે ભાવભર્યા ભોજન પછી કાળુભા જમીનદાર પાસે રૂકમણીબાઈને મળવાની ઝંખના વ્યક્ત કરે છે. વીરસંગને સાથ જવા હુકમ થાય છે અને જુવાનસંગ વીચારે ચડે છે. વીરસંગના લગ્ન પછી આ રૂકમણીબાઈ એને પદ પરથી હટાવવા દીકરાને મજબૂર કરશે. દીકરાનો મોહ એ ડોસીને ક્યાંક ફરી