પ્રેમદિવાની - ૧૬

(19)
  • 3.9k
  • 1.3k

દુશમન પણ વિચાર કરીને વાર કરે એવું પગલું ભર્યું મિત્રએ,મિત્રતા શબ્દને પણ લજ્જીત કરે એવું પગલું ભર્યું મિત્રએ!મીરાંના પપ્પાનો જવાબ સાંભળીને ખુબ દુઃખદ હાવભાવ અને ગમગીન અવાજમાં પ્રથમે મીરાંના પપ્પાને કહ્યું કે, 'મીરાંનું આગળનું ભણતર સારું થયું કે તમે શહેરમાં જ કરાવ્યું. મીરાં ત્યાં ભણે તો છે ને બરાબર કે અહીં અમનની જોડે જેમ...'મીરાંના પપ્પાના ચહેરાના હાવભાવ બદલાય ગયા હતા. આટલું સાંભળીને એ અધૂરી વાતે બોલ્યા. 'સીધી વાત કર પ્રથમ, કેમ ગોળ ગોળ વાત કરવાની જરૂર પડી?'પ્રથમને આજ તો સાંભળવું હતું. પ્રથમે વાતનો દોર આગળ વધારતા મીરાં અને અમનનો અત્યાર સુધીનો નિર્દોષ પ્રેમ એવી રીતે રજુ કર્યો કે મીરાંના પપ્પા