Characterless ગતાંકથી ચાલુ...... સોળમાં ભાગમાં તમે જોયું નિખિલ મને જણાવે છે કે તારે સરલને સમજાવવાની છે. એ જે રીતે બધાની સાથે ફ્રી થઈને ફરે છે. પરંતુ એ સમજી રહી નથી કે લોકો એના ચરિત્ર પર જ બોલશે. આપણા સમાજમાં છોકરી વિશે લોકોની બહુ જ અલગ અને ખરાબ માન્યતા છે, અને અંતે હું સરલને કોલેજમાં આ વાત મારી રીતે શાંતિથી સમજાવુ છું. પરંતુ એ સમજતી નથી અને ગુસ્સામાં મને થપ્પડ મારી દે છે. અને હું કંઈપણ બોલ્યા વગર તરત જ કોલેજથી ઘરે જવા નીકળી જાઉં છું.