અમાસનો અંધકાર - 12

  • 3.3k
  • 1
  • 1.5k

જુવાનસંગ અને એની પત્ની સાથે વીરસંગ ઘણા ઠાઠથી કાળુભાને ત્યાં નાનાગઢ જાય છે. આખું ગામ વીરસંગની એક ઝલક માટે ચોરે -ચોકે અને ઝરૂખે ટોળે વળે છે. હવે આગળ... કાળુભા પોતાના ગામના પાંચેક વડીલો, ગોર અદા અને પોતાની પત્ની ચંદા સાથે ઘરના દરવાજે કાગડોળે રાહ જુએ છે. ઘરમાં શ્યામલીની સખીઓ રસોઈએ વળગી છે. રાંધણિયામાંથી પકવાનની મીઠી મહેંક અને વાસણના રૂપરી રણકા પણ સંભળાતા હતાં. આખું ગામ જવાનસંગના આગમનથી નતમસ્તક ઊભું રહ્યું. જવાનસંગની પત્નીના આભૂષણો સૂરજના કિરણો સાથે અથડાઈને સોનેરી બની ગયા હતા. વીરસંગ પણ પાતળી મૂંછ, પડછંદ કાયા અને વાંકડિયા વાળ સાથે ખૂબ જ સોહામણો લાગતો હતો. પગમાં રાજસ્થાની