સલમા....

(20)
  • 3.4k
  • 1
  • 1.2k

"હજું સલમા નહીં આવી...!! રોજ કહ્યું છે ટાઈમે આવી જવું, પણ મારું સાંભળે કોણ ?" રચના વિચાર કરતી આમતેમ આંટા મારતી હતી. એને સલમાની ચીંતા કરતા ઘરના કામની ચીંતા વધારે હતી. મનમાંને મનમાં બબડાટ કરતાં નજર ગેલેરીની બહાર તાકીને બેચેનીથી આંટા મારવા લાગી. સલમા રચનાના ઘરે વરસોથી કામ કરે અને સાથે બીજા પણ ઘણાં બધાં ઘરના કામ કરે...પતિ સાવ પીયકડ અને જુગારી.... સલમાની ઘર કામની આવકથી જ ઘરનું ગુજરાન ચાલે. વ્યવહાર બધાં બધી ચીંતા સલમાના શીરે, "કયા ગઈ'તી ? કેટલું મોડું કર્યું મારે બહાર જવાનું છે, " બૂમો પાડી રચના બોલી, "સોરી ભાભી આજ થોડું કામ હતું ઘરે એટલે મોડું થઈ ગયું, હવે