તેને જોતાં જ નૈના નાં ચહેરા નાં હાવભાવ બદલાઈ ગયા. રઘવાયા ની જેમ તેની સાથે રહેલા બાળક ને જોવા લાગી. શ્વાસો શ્વાસ ઝડપી થઇ ગયા. ટેબલ પર રહેલા પેપર નેપકીન ને મુઠ્ઠી માં જોર થી મસળી રહી હતી. તન્વી તેની આ હાલત જોઈ કશું વિચાર્યા વિના તેને ત્યાં થી લઇ ને ઘરે નીકળી ગઈ. ઘરે જઈ તન્વી એ નૈના ને સંભાળી. નૈના રડતી હતી. જાણે તેનાં આંખો નો બંધ તૂટી ગયો હતો. તન્વી એ નૈના ને આટલી રડતા ક્યારેય ન જોઈ