લોસ્ટેડ - 31

(47)
  • 4.3k
  • 1
  • 2.3k

"રાહુલ તારે આધ્વી ને રોકવી જોઈતી હતી, એ ગાંડી છોકરી છે. એણે કીધું કે મને બહું યાદ ન કરીશ એનો મતલબ સમજે છે તું?" રયાન ગુસ્સામાં ઊકળી ઉઠ્યો"પણ ભાઈ ચિઠ્ઠી મે વાંચી જ નહોતી તો મને શું ખબર એમાં શું લખેલું હશે અને શું મતલબ છે એનો?" રાહુલ ગભરાઇ રહ્યો હતો."મતલબ એ કે એ જ્યાં ગઈ છે એ જગ્યા જોખમી છે. કદાચ એટલી જોખમી કે એ ક્યારેય પાછી ન આવે. એવા શું કામ થી ગઈ હશે એ??" રયાન બન્ને હાથ થી પોતાનું માથું પકડી બેસી રહ્યો.