આગળના ભાગમાં આપણે જોયું કે દિશા તેના નિત્યક્રમ પ્રમાણે ઘડાઈ જાય છે, રુચિ પણ પોતાના સગાઈ અને લગ્ન વચ્ચેના ગોલ્ડન પિરિયડને માણી રહી હોય છે. નિખિલ પણ પરિવાર સાથે ભળી જાય છે, દર અઠવાડિયે લગ્નની ખરીદી પણ દિશા અને રુચિ કરવા લાગે છે. રુચિ હવે નિખિલ સાથે વધારે વ્યસ્ત થવા લાગે છે, અને દિશાનો એ બધામાં વિસામો સહારો બની જાય છે. ત્યાં દિશા વડીલો સાથે જીવનની અમૂલ્ય પળોનો અનુભવ કરે છે, એક દીકરી તરીકે દરેકના કામમાં સહભાગી બને છે. પરંતુ ઘણીવાર દિશાને બધુ જ હોવા છતાં એકલતા સતાવે છે. એકાંતને પોતાના જીવનમાં ના ભેળવી શકવાનું દુઃખ પણ થાય છે. એકાંત