યોગ-વિયોગ - 74

(372)
  • 20.1k
  • 12
  • 10.7k

યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય શ્રી ગણેશાય નમઃ પ્રકરણ -૭૪ ‘‘મેં તો કબ સે તેરી શરણ મેં હૂં, કભી તૂં ભી તો મેરી ઓર ધ્યાન દે... મેરે મન મેં ક્યૂં અંધકાર હૈ ? મેરે ઈશ્વર મુઝે જ્ઞાન દે...’’ વહેલી સવારે વસુમાનો અવાજ ગૂંજી રહ્યો હતો ત્યારે ઉપરથી નીચે ઊતરતી શ્રેયાએ વૈભવીના ઓરડાનો દરવાજો ઊઘડતો જોયો. બંને જણા સામસામે સ્મિત કરીને સાથે દાદરા ઊતરવા લાગ્યાં. શ્રેયા રસોડા તરફ જવા વળી કે વૈભવીએ એને રોકી, ‘‘હજુ મહેંદીનો રંગ તો ઉતરવા દે...’’ ‘‘મહેંદીનો રંગ તો અનુપમાનાં આંસુમાં ધોવાઈ ગયો ભાભી.’’ શ્રેયાએ ઊંડો નિઃશ્વાસ નાખીને કહ્યું. વૈભવીએ એનો હાથ પકડ્યો. પછી કોણ જાણે શું વિચાર્યું