વિધવા હીરલી - 17

(18)
  • 3.5k
  • 3
  • 1.2k

(ભાગ ૧૭) મન મેળાપ સમય દરેક માનવીની મનોસ્થિતિનો તાગ મેળવતો હોઈ છે.કેટલાક હારી ને કદી બેઠા થતાં નથી તો કેટલાક હામ સાથે ઉભા રહે છે.અડચણોની સામે બાથ જે ભરે તે સમયને સાચવી લે છે. હીરલી પણ વિકટ પરિસ્થિતિની વચ્ચે હિંમતભેર માર્ગ બનાવવો જાણતી હતી. પોતાનું નુકસાન કરીને પણ ગામની સ્ત્રીઓની મહેનત એરે ન જાય તે માટે દાગીના વેચી દીધા, એમ કરવું સામાન્ય નથી. એના માટે હૈયું મોટું જોઈએ.આ વાતથી રાધાને હીરલી પ્રત્યે વધુ માયા બંધાણી.તે હીરલીને આદર્શ માનવા લાગી. સવાર થવાની સાથે જ મહેનતાણું મળવાની ખુશીમાં સર્વ સ્ત્રીઓ હીરલી ઘરે ઉમટી પડી.દરેક સ્ત્રીને પોતાનો હિસ્સો મળી રહ્યો હતો