વિધવા હીરલી - 16

(15)
  • 2.5k
  • 3
  • 1.1k

(ભાગ ૧૬)રઘુ રાધાની નજર મળવી જ્યાં સુધી રાધા કાળા વસ્ત્રમાં હતી ત્યાં સુધી રઘુએ એકવાર પણ તેની સામે ન્હોતુ જોયુ, પણ જ્યારથી વસંતના ફૂલોની માફક ખીલેલી બાંધણીમાં જોઈ તો આંખોની સામે તે જ હયાત થવા લાગી. આજ છે સમાજ દ્વારા ઉભો કરવામાં આવેલો અંતરપટ. જે માનવીના દૃષ્ટિબિંદુ નક્કી કરે છે કે શું યોગ્ય છે? અને શું અયોગ્ય? આખા રસ્તામાં રઘુ વહેમ હતો કે હકીકત, એ જ વિચારમાં હતો. રાધા બાંધણીમાં સ્વરૂપવાન લાગી રહી હતી. જોનારનું મન હરી લે એવી હતી.રાધાને જોયા પછી રઘુનુ મન રઘવાયુ થયુ હતુ. ફરી એને એ જ વસ્ત્રમાં જોવા માગતો હતો.રાત રાધાના જ વિચારોમાં રહી.