વિધવા હીરલી - 15

(15)
  • 2.8k
  • 3
  • 1.3k

ભાગ ૧૫ હીરલીની પરિપેક્ષ્માં રાધારાધા માથા પરથી સાડી સરકાવીને હવા સંગે વાળને વિખેરી રહી હતી. હાથને ખુલ્લા કરી આભ ભરીને ખુદને માણી રહી હતી. રાધા પોતાની જાતને પાછી મેળવી રહી હતી. રાધાને જોઈને હીરલી પોતાને તેના સ્થાન પર જોઈ રહી હતી. જે લાગણીઓ દબાઈને હીરલી જીવી રહી હતી તે લાગણીને રાધા ખુલ્લી હથેળી કરીને માણવાની ચાહ પ્રગટ કરી રહી હતી. પણ ડર હતો હીરલીને કે રાધાની ખુશીને સમાજના રીતરિવાજો દબાવી ન દે. સર્વ વિધવા બાઈઓ શહેર ભણીને આવ્યા પછી માહોલમાં બદલાવ નજર આવી રહ્યો હતો.અનાવૃષ્ટિના લીધે ચારેબાજુ વગડો સુખો ખાખ થઈ રહ્યો હતો તેમ છતાંયે હીરલીના ઘરમાં વસંતના