ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 16

(164)
  • 5.3k
  • 11
  • 3.1k

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 ભાગ:-16 શાંઘાઈ, ચીન યાંગ લી સાથેની મુલાકાતનું પરિણામ પોતાની ઈચ્છા મુજબનું આવવાથી ખુશ અર્જુન અને નાયક હોટલ શાંઘાઈ પેરેડાઈઝનાં પોતાના રૂમમાં આવીને નિંદ્રાધીન થઈ ગયાં. એ બંનેની સવારે આંખ ખૂલી ત્યારે અર્જુનના મોબાઈલ પર એક ટેક્સ મેસેજ આવીને પડ્યો હતો. મેસેજ કરનાર વ્યક્તિ હતો યાંગ લી અને એને મેસેજમાં મોકલાવેલી વસ્તુ હતી એનો બીટકોઈન એકાઉન્ટ નંબર. સ્નાન ઈત્યાદિ પ્રવૃત્તિની પુર્ણાહુતી બાદ અર્જુન અને નાયકે સેટેલાઇટ ફોનની મદદથી રૉ ચીફ રાજવીર શેખાવત જોડે કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી. ફાતિમા દ્વારા અર્જુનને જે સેટેલાઇટ ફોન આપવામાં આવ્યો હતો એ સારી ગુણવત્તાનો હોવાથી અર્જુન સરળતાથી દિલ્હી ખાતે આવેલી રૉની મુખ્ય ઓફિસમાં