મધુરજની ગિરીશ ભટ્ટ પ્રકરણ – ૧૩ મેધે ફરી વિચારી લીધું. આ મધુરજની તો શૂળ બની ગઈ હતી. માનસી ગમતી હતી એથી જ તે એને પરણ્યો હતો. સુમંતભાઈએ તેના પર અઢળક કૃપા કરી હતી એ તો પછીની બીના હતી. કોઈ પણ પુરુષ તેને પસંદ કરે જ એટલી સુંદર તો તે હતી જ. તે તો સાવ અજાણ્યો પણ નહોતો, છ માસના પરિચય હતો. તેને થઈ આવ્યું કે તે એક અંધારી ગલીમાં સપડાઈ ગયો હતો જેનો કોઈ અંત જ નહોતો. મધુરજનીમાં નીકળ્યા હતાં. શો અર્થ બચ્યો હતો એ શબ્દનો? આખું જગત ઉપહાસ કરતું હોય તેમ લાગતું હતું. એક સમયે તો તેને થયું કે