પવનચક્કીનો ભેદ - 9

(26)
  • 4.5k
  • 3
  • 1.8k

પવનચક્કીનો ભેદ (કિશોર સાહસકથા, ૧૯૮૨) પ્રકરણ – ૯ : મળ્યો પટેલ ભાભો રામ, મીરાં અને ભરત હિંમતભેર આગળ વધ્યાં. ખેતરની અધવચ સુધી માંડ પહોંચ્યાં હશે ત્યાં તો દૂર દૂરથી એક ઘાંટો સંભળાયો. એક ખેડૂત જેવો તગડો, નીચકડો આદમી એમના ભણી દોડતો આવતો હતો. એ પોતાના હાથમાં ડાંગ ઉછાળતો હતો. જરા નજીક આવતાં જ એણે બૂમાબૂમ કરવા માંડી, “એય, છોકરાંઓ ! તમે મારી જમીન ઉપર કેમ ચાલો છો ? આ ખાનગી જગા છે. મેં બોર્ડ માર્યું છે એ ના જોયું ? તેમ છતાં અહીં કેમ ઘૂસી આવ્યાં છો ? હું તમારી સામે કેસ માંડીશ. મને તમારાં નામ કહો.” રામ કહેવા માંડ્યો,