યોગ-વિયોગ - 72

(384)
  • 20.1k
  • 12
  • 10.7k

યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય શ્રી ગણેશાય નમઃ પ્રકરણ -૭૨ ‘‘હું ક્યાં ખોટો હતો મા ?’’ રુંધાયેલા અવાજે વસુમાને વળગેલો અલય પૂછી રહ્યો હતો, ‘‘મેં એને બધું જ કહ્યું હતું- સત્ય. એને છેતરી નથી મેં. તો પછી... તો પછી એણે આવું કેમ કર્યું ?’’ ડાઇનિંગ ટેબલની આસપાસ ઊભેલા સૌના ચહેરા પર અલયનો જ સવાલ ઓછી-વત્તી તીવ્રતાથી પડઘાતો હતો અને સૌ પોતાના મનની આ ગૂંચવણનો જવાબ જાણવા વસુમાના જવાબની રાહ જોઈ રહ્યા હતા. વસુમાનો હાથ હળવે હળવે અલયના વાળમાં ફરી રહ્યો હતો. એ પોતે પણ જાણે ઊંડા વિચારમાં પડ્યાં હતાં. એમનું મન જાણે આજથી ત્રણ દાયકા પહેલાંના સૂર્યકાંતને યાદ કરી રહ્યું હતું.