શ્રાપિત ખજાનો - 10

(26)
  • 7.2k
  • 1
  • 3.2k

ચેપ્ટર - 10 રેશ્માને ખુબ જ ચિંતા થવા લાગી હતી. નક્કી અહીંયા કોઇ જાળ ફેલાયેલી હતી જે થોડા સમયમાં જ એક્ટિવેટ થવાની હતી. થોડી થોડી વારે સંભળાય રહેલા ટકોરા પરથી એણે એક વાતનો તાળ તો મેળવી લીધો હતો અને એ એ કે બે ટકોરા વચ્ચે એક સો એંશી સેકન્ડ એટલે કે ત્રણ મિનિટ જેટલો ગેપ હતો. અને જ્યારે એકવાર 'ટક્ક...' નો અવાજ આવતો ત્યારે સામેની દિવાલ પર જે રાજાનું ચિત્ર હતું કે જે ત્રણ અલગ અલગ વર્તુળોને ફેરવીને એક ચોક્કસ પોઝિશનમાં ગોઠવીને બનાવ્યું હતું એ વર્તુળો ધીરેધીરે ફરી પોતાની પહેલાની સ્થિતિમાં આવી રહ્યા હતા. રેશ્મા નું