વેધ ભરમ - 23

(206)
  • 9.7k
  • 5
  • 5.7k

અભય હેમલ અને વસાવા બેઠા એટલે રિષભે કહ્યું “ચાલો ઇન્વેસ્ટીગેશન બહું કરી લીધુ, હવે એક્શન માટે તૈયાર થઇ જાવ. કાલે સવારે નવ્યા, શ્રેયા અને શિવાની ત્રણેયની એક સાથે ધરપકડ કરવાની છે.” આ સાંભળી અભય, હેમલ અને વસાવા ત્રણેય ચોકી ગયા. થોડીવાર કોઇ કંઇ બોલ્યુ નહી એટલે રિષભે આગળ કહ્યું “આ પહેલા કાલે તમારે આ નંબરનુ સ્કુટી કોના નામ પર રજીસ્ટર થયેલ છે તે જાણી લેવાનુ છે.” એમ કહી રિષભે એક કાગળ અભયને આપ્યો. અભયે કાગળ પર જોયુ તો એક નંબર લખેલો હતો. “સર, શ્રેયા અને નવ્યા તો બરાબર છે પણ, શિવાની વિરુધ્ધ આપણી પાસે પેલા વાળ સિવાય કોઇ પૂરાવો નથી.