રિષભ સવારે સ્ટેશન પર પહોંચી પોતાની ઓફિસમાં બેઠો. રિષભે ગઇકાલે જ હેમલ અભય અને વસાવાને આજ સવારના કામ સોપી દીધા હતા. રિષભ જાણતો હતો કે બપોર સુધી તે કોઇ સ્ટેશન પર આવશે નહી. રિષભ ચેરમાં ટેકો દઇને બેઠો અને કેસ વિશે વિચારવા લાગ્યો. પણ હજુ તેના મગજમાંથી કાલે અનેરી સાથે ગાળેલી સુંદર સાંજની યાદો ભુલાઇ નહોતી. તેનુ મન કામમાં લાગ્યુ નહી એટલે તેણે આંખો બંધ કરી દીધી. જાણે આંખો બંધ થવાની જ રાહ જોતી હોય તેમ વિદ્યાનગરની યાદોએ તરતજ તેના મગજ પર આક્રમણ કર્યુ. બીજા દિવસે રિષભ જ્યારે ડીપાર્ટમેન્ટથી છુટ્યો ત્યારે તેણે ગૌતમને કહ્યું “ચાલ અનેરીને મળવા જવુ છે.” આ