મધુરજની - 12

(74)
  • 5.3k
  • 2
  • 3.5k

મધુરજની ગિરીશ ભટ્ટ પ્રકરણ – ૧૨ કામાક્ષી માતાના મંદિરના પગથિયા ઊતરતી વેળાએ માનસીને સુમંતભાઈ યાદ આવી ગયા. શું કરતા હશે પપ્પા? નિરાંત અનુભવતા હશે, પુત્રીને સુપેરે વળાવી હતી- એની? એ બિચારા જીવને ક્યાંથી ખ્યાલ આવે કે એમની પ્રિય માનસી વમળમાં ફસાઈ ગઈ હતી? ન પુત્રી સુખી હતી, ન મેધ. ખરેખર તો આ તેની જ નબળાઈ હતી. એ સમયનો આતંક, આટલા વર્ષે ભય પમાડતો હતો. અરે, આખી કાયાને મનોતંત્ર- બધાં પર કબજો લઈ લેતો હતો. તેને લાગતું હતું કે એ જ, એ જ અધમ પુરુષ તેના પર ઝળુંબી રહ્યો હતો. આવી ખબર હોત તો લગ્નની હા ભણત જ નહીં. શા માટે