પવનચક્કીનો ભેદ - 8

(18)
  • 4.6k
  • 5
  • 1.8k

પવનચક્કીનો ભેદ (કિશોર સાહસકથા, ૧૯૮૨) પ્રકરણ – ૮ : ભૂતને બદલે ગાભો મીરાં તો જાણે બરફની પાટ ઊભી હોય એમ થરથર ધ્રૂજતી હતી. જોકે એની આ ધ્રૂજારી બીકની હતી. એ બોલી, “બહાદુર હાજર હોત તો સારું થાત.” રામે ભવાં ઊંચાં કરીને કહ્યું, “મને પણ એવું જ લાગે છે. નવાઈની વાત એ છે કે બહાદુર ગયો ક્યાં ? એનું વર્તન પણ ભેદી છે. એક બાજુ એ મીઠીમીઠી વાતો કરે છે, બીજી બાજુ આપણને પવનચક્કી જોતાં રોકે છે.” ભરત પણ મીરાંની જેમ ધ્રૂજતો હતો. એણે સૌનાં મનની વાત કરી, “આપણે આખું ઘર તપાસવું જોઈએ. મને લાગે છે કે અહીં કશુંક... કોઈક...” એ