એક નવો સંઘર્ષ

(19)
  • 3k
  • 3
  • 906

*એક નવો સંઘર્ષ* વાર્તા... ૨૧-૫-૨૦૨૦ અમિતા બહેને દસ વર્ષની સુહાનીને કહ્યું કે બેટા આજે સવારથી કમરમાં અસહ્ય દુખાવો છે તો આ ટ્યુબ લગાવી દેને... આ સાંભળીને સુહાની એ મોં બગાડ્યું અને કહ્યું કે જોતાં નથી હું મોબાઈલ માં ટીકટોક માટે વિડિયો બનાવી રહી છું હું કંઈ નવરી નથી તમારી જેમ... આ સાંભળીને અમિતા બહેન વિચારોમાં ખોવાઈ ગયા કે એ સુહાની જેટલા ઉંમરનાં હતાં ત્યારે દાદીમા નાં પગ દાબી દેતાં રોજ અને દાદીમાં ની વાર્તાઓ અને વાતો સાંભળતા... પણ અત્યારે તો આ મોબાઈલ ( ડબલાં ) એ તો ભારે કરી છે ... પહેલાં સારું હતું કે એ કાળાં ટેલિફોન ડોઘલા હતાં