પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કરપ્રકરણ-૩ વિરેનને ભારે વરસાદમાં નીકળી જતો જોઇ રેતાના મનમાં એક ડર પેઠો અને તેનાથી વિરેનના નામથી ધીમી ચીસ પડાઇ ગઇ હતી. "વિરેન....સંભાળીને..." વહેલી સવારનો સમય હતો અને ઘરના બધાં જ ઊંઘતા હતા એટલે કોઇને રેતાનો અવાજ સંભળાયો ન હતો. તેના દિલમાં એક કસક ઊઠી. ન જાણે કેમ આ તોફાની વરસાદ તેના દિલમાં ડરનું તોફાન ઊભું કરી રહ્યો હતો. તેના મનમાં આશંકા ઊભી કરી રહ્યો હતો:"વિરેન, હેમખેમ પાછો આવી જશે ને..." ચારે તરફ અંધારાનું સામ્રાજ્ય હતું અને વરસાદનો અવાજ ભયાનકતા વધારી રહ્યો હતો. રેતાને પોતાના વિચારો પર ગુસ્સો આવ્યો. વિરેનને શું થવાનું હતું? આમ ગભરાયા કેમ