ભજિયાવાળી - 5

(37)
  • 6.1k
  • 1
  • 2.6k

નજર ચૂક રાત્રે અચાનક ઊંઘ ઊડી..સૂવાનો પ્રયત્ન કર્યો પણ ઊંઘ ના આવી...મોબાઈલમાં ટાઈમ જોયો. સવારના સાડા ચાર વાગ્યા હતા. ગામડામાં અગાસી પર સૂવા જેવી મજા ફાઈવસ્ટાર હોટેલમાં પણ ના આવે. હું સોશિયલ મીડિયા પર ટાઈપ પાસ કરવા લાગ્યો. થોડીવાર પછી ખાટલા પર બેઠો અને અગાસી પરથી આખું ગામ જોવા લાગ્યો. એ જૂનો વાસ, નવો વાસ, હાટડી વાળી ગલી..આ એક જ જગ્યાઓ હતી જ્યાં અમે વેકેશનમાં અને શનિવારની રાત્રે સંતાકૂકડી રમતાં. ગ્રીષ્મા પણ અમારી સાથે જ રમતી અને એની બહેનપણીઓ કુંડાળા રમતી. હજી તો કાલની વાત હોય એમ લાગતું હતું. કેટકેટલું બદલાઈ ગયું થોડાક સમયમાં ! આજે ગામડામાં બાળકો મોબાઈલ અને ટીવીમાં