અપશુકનિયાળ

(17)
  • 5k
  • 1
  • 1.7k

મૃગા - જેવું નામ એવી જ છોકરી. આકર્ષક આંખો, હરણી જેવી ચાલ અને એવો જ તરવરાટ, નમણી કાયા, ગોરો વાન અને કોયલ જેવી મીઠી બોલી. જોતાં જ ગમી જાય એવી છોકરી. એને ગાતાં સાંભળીએ તો એવું લાગે કે સાંભળ્યા જ કરીએ. નાનપણમાં જ એક અકસ્માતમાં એણે પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. પરંતુ એઓ સંયુક્ત કુટુંબમાં રહેતાં હતાં એટલે બહુ ખાસ તકલીફ ન પડી. એનું કુટુંબ પણ શ્રીમંતોની યાદીમાં આવતું હતું.આજે ઘરમાં ખુશીનો પ્રસંગ છે. મૃગાની સગાઈ છે મોહિત સાથે. બધી તૈયારીઓ લગભગ થઈ ગઈ છે, લગભગ એટલા માટે કે ગમે તેટલી તૈયારી કરો કંઈક તો બાકી જ રહેતું હોય છે.