જીવનસાથી.... - 6

(15)
  • 3.1k
  • 1.5k

ભાગ 6પાયલ માટે દેવેશ એક કાળું ટપકું બની ગયો જીવનમાં..યોગેશનો સાથ એને અનુકૂળ આવવા લાગ્યો છે. એની સાથે સહેલી સીમા પણ છે વાતને સમજવાવાળી..હવે આગળ... હવે તો છ વાગ્યા નથી કે સીમા પોતાના કામકાજ, રસોઈની થોડી તૈયારીઓ કરી અને લાવવાની ચીજવસ્તુઓનું લિસ્ટ કરી પાયલ સાથે જ યોગકલાસમાં રોજે જાય છે. પાયલની દોસ્તીથી મોર્ડન વિચારવાળી વ્યક્તિ સાથે એની લાઈફસ્ટાઈલ ક્યાં ઝાંખી પડે છે એવું સીમા રોજ નોટિસ કરતી હોય છે. પાયલ પણ હવે એના રોજબરોજના અનુભવો જે એને ઓફિસના હોય કે પછી કોઈ કલાઈન્ટ સાથે થતા ખરાબ અનુભવ હોય એ સીમા સાથે નિખાલસતાથી ચર્ચા કરતી.