સમર્પણ - 3

(11)
  • 4.5k
  • 2
  • 2.1k

સમર્પણ પ્રકરણ-3 આપણે પ્રકરણ-2 માં જોયું કે નમ્રતા બસમાંથી ઉતરીને જતી હતી, અનિષે બૂમ પણ પાડી કે, નમ્રતા, સાંભળ તો ખરી...!! પણ નમ્રતા દોડી ગઈ અને જતાં જતાં બોલતી ગઈ કે, તારે મારી સાથે મેરેજ કરવા હોય તો, મારા ઘરે જલ્દીથી માંગું મોકલાવજે...પછી કહેતો નહિ કે રહી ગયો... અને નમ્રતા શરમાઈને દોડી ગઈ...હવે આગળ.... અનિષ ઘરે જતાં જતાં રસ્તામાં વિચારવા લાગ્યો કે નમ્રતાના ઘરે માંગું મૂકાવવા માટે પોતાના ઘરે કઈ રીતે પિતાજી સુધી વાત પહોંચાડવી. વળી તેના મનમાં પ્રશ્ન થયો કે પિતાજી અને ઘરના બધા નમ્રતા સાથે મારા મેરેજ કરી આપવા માટે તૈયાર તો થશેને..??