આનું જ નામ પ્રેમ - ભાગ - 15 (અંતિમ ભાગ)

(23)
  • 3.7k
  • 1
  • 1.1k

આગળના અંકમાં જોયું કે પ્રજ્ઞા અને સુંદર પોરબંદર જાય છે. બધી વ્યવસ્થા પૂજન કરી આપે છે. ત્યાં પ્રજ્ઞા સુંદર સાથે દરિયાકિનારે ફરવા જાય છે અને પ્રાંજલને મળે છે. હવે આગળ. પ્રજ્ઞા: "પ્રાંજલ, તું પ્રાંજલ પટેલ છે ને?" પ્રાંજલ (ગળે લાગતા): "પ્રજ્ઞા મેડમ, તમને આટલા ટાઈમે જોઈને બહુ ગમ્યું." પ્રજ્ઞા:" પ્રાંજલ, તું અહી અને આ શું કપડાં પહેર્યા છે?" પ્રાંજલ: "પ્રજ્ઞા મેડમ, હું હવે દુનિયાથી અલગ સાધ્વી બનીને અહી બાળકોની મદદ અને સેવા કરું છુ." પ્રજ્ઞા: " પ્રાંજલ, તું કેમ સાધ્વી બની ગયી? તારા અને પૂજન વચ્ચે તો સારી એવી ઘનિષ્ઠતા હતી. અને તારા મેરેજ પણ થવાના હતા એવા સમાચાર હતા.