પવનચક્કીનો ભેદ (કિશોર સાહસકથા, ૧૯૮૨) પ્રકરણ – ૭ : ઘરમાં ભૂતની ઘૂમાઘૂમ કેપ્ટન બહાદુરે ચાંચિયાની વાત કહેવા માંડી. “આજથી સોએક વરસ પહેલાં અહીં લલ્લુ લંગડો નામનો એક ચાંચિયો હતો. મેં કીધું ને કે એ વખતે રેલગાડી હજુ આવી નહોતી, એટલે આ છીછરી નદીઓ ઉપર પણ હોડીઓ ચાલતી અને એમાં ઘણા માલની આવ-જા ચાલતી. હવે રસ્તો હોય ત્યાં લૂંટારા પણ હોય જ ! આપણો લલ્લુ પણ નદી ઉપર ચાંચિયાગીરી કરતો. એકલદોકલ હોડીવાળાને લૂંટી લેતો. ગજબનો ત્રાસ એણે વરતાવી દીધો. હા, લલ્લુ લંગડાનું નામ પડતાં જ ભલભલા હોડીવાળા થરથરી ઊઠતા અને રડતાં છોકરાં એના નામે છાનાં રહી જતાં. લોકો કહે છે કે