યોગ-વિયોગ - 70

(348)
  • 17.4k
  • 13
  • 10.3k

યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય શ્રી ગણેશાય નમઃ પ્રકરણ -૭૦ ચૂડો, કપાળ પર કાઢેલી પીર, સાડી પર ઓઢેલી ચુંદડી... શ્રેયા પોતાની જાતને નીરખી નીરખીને જોઈ રહી હતી. બરાબર એ જ સમયે શ્રેયાનો સેલફોન રણક્યો. ‘‘અનુપમા બોલું છું...’’ શ્રેયાને સહેજ થડકારો થયો. ‘‘કોણ જાણે અત્યારે શું હશે એના મનમાં ?’’ પછી હિંમત રાખીને એણે પૂછ્‌યું, ‘‘બોલ...’’ ‘‘તું લગ્ન કરે છે ?’’ શ્રેયા જરા ગૂંચવાઈ, ‘‘હા કહેવી કે ના ? કોણ જાણે એના મનમાં શું હશે ? કંઈ આડુંઅવળું તો નહીં કરે ને ?’’ આટઆટલાં વિઘ્નો પછી માંડ બધું ઠેકાણે પડ્યું હતું. શ્રેયા નહોતી ઇચ્છતી કે હવે આ લગ્નમાં કોઈ વિઘ્ન આવે. એ