ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 14

(149)
  • 5.2k
  • 8
  • 3.1k

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 ભાગ:-14 વુશોન્ગ ફોર્ટ,શાંઘાઈ, ચીન યાંગત્ઝી નદીને કિનારે બાઓશાન રિવરસાઈડ પાર્કથી પાંચ મિનિટના અંતરે આવેલ વુશોન્ગ ફોર્ટ રાત્રીના સમયે ત્યાં મુકવામાં આવેલી રોશનીના લીધે ફોર્ટની સુંદરતા રાતે વધુ ઉત્તમ લાગી રહી હતી. પ્રાચીન ઈમારત અને કલાત્મક સજાવટોથી સજ્જ વુશોન્ગ પાર્ક દિવસે તો સહેલાણીઓથી ખીચોખીચ રહેતો પણ રાતે અહીં પ્રમાણમાં ઘણી શાંતિ હતી. અર્જુન અને નાયકને લઈને શાહિદ નવ વાગે અને પચ્ચીસ મિનિટે વુશોન્ગ ફોર્ટ આવી પહોંચ્યો હતો. શાહિદને ગાડીમાં જ રોકાવાનું કહી અર્જુન અને નાયક ફોર્ટમાં પ્રવેશ્યાં. જેવા એ લોકોએ અંદર આવેલી ઈમારત તરફ ડગ માંડ્યા ત્યાં અર્જુનના મોબાઈલની રિંગ વાગી. અર્જુને ખિસ્સામાંથી ફોન નીકાળી કોલ રિસીવ કર્યો.