મધુરજની - 10

(75)
  • 5.8k
  • 1
  • 3.7k

મધુરજની ગિરીશ ભટ્ટ પ્રકરણ – ૧૦ અને જીજ્ઞાસા શું નથી કરતી ? કોઈ તરસ અધૂરી રહે ખરી ? આ તો એથી વિશેષ બાબત હતી. મનની રુંધામણમાંથી ઉગરવાનો પ્રયાસ હતો. યૌવનમાં આવેલી માનસીએ ઘરવખરીનો એક એક અંશ પીંખી માર્યો- એ જાણવા કે શા કારણસર તેની મમ્મી.....એક અધમ પુરુષને વશ થઈ હતી. તેનાં છેલ્લાં વાક્યો, તેને સતત આઘાત આપતા હતા. ‘તું મારાથી ના ધરાયો ? અને મારી પુત્રી પર.....?’ ખરેખર એ પુરુષ તો નીચ હતો, લંપટ હતો, પણ યુવાન....સુંદર સુમન....? શા માટે ? અને માનસીએ એ દિશામાં તપાસ શરૂ કરી હતી. તે સુમનની બધી જ ચીજો, વસ્ત્રો, ઘરેણાં- પેટીઓ, કબાટના ખાનાઓ તપાસી