યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય શ્રી ગણેશાય નમઃ પ્રકરણ -૬૯ ડોમરૂમની પાટરી પૂરી થઈ ત્યારે લગભગ અઢી વાગવા આવ્યા હતા. અલય, શ્રેયા, અભિષેક, લજ્જા અને શૈલેષ સાવલિયા સહિત સાવ અંગત બે-ચાર જણા બીજા હતા. ખૂણાના એક ટેબલ પર માથું મૂકીને, હાથ લંબાવીને આડી પડેલી અનુપમા પણ ત્યાં જ હતી. એની સાડીનો છેડો ખભેથી નીકળીને કારપેટ પર ફેલાઈ ગયો હતો. એના ઓલ્ટર બ્લાઉઝની પાછળ બાંધેલી દોરીઓ ઢીલી થઈ આવી હતી. જેને કારણે બ્લાઉઝનું ગળું સહેજ નીચું ઊતરી ગયું હતું અને શરીરના વળાંકો જરા વધુ સ્પષ્ટ દેખાતા હતા. એના વાળ થોડા ટેબલ પર અને થોડા ટેબલની નીચે લટકતા હતા. એક-બે લટ ચહેરા પર