લોકડાઉનમાં લપ

  • 3.5k
  • 1
  • 1.1k

તારીખ. 24/03/2020 ને મંગળવાર, રાત્રે 8 વાગ્યે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આપણા બધાના પાટિયા બેસાડી દીધા. આ સમયે કોઈ ને વધારે આઘાત ન લાગ્યો પણ જયારે 21 દિવસ ના સમયગાળામાં ઘરમાં ઘુસી રહેલા લોકો ને કીડીઓ ચડવા લાગી ત્યારે તકલીફ વધવા માંડી. એવામાં 21 દિવસ પુરા થવાની રાહ જોઈ રહેલા જુવાનિયાઓ 20 માં દિવસે બાઈક અને સ્કૂટરને વહુરાણી ની જેમ તૈયાર કરવા લાગ્યા હતા અને જોર થી કીકો મારી મારી ને ગાડી ને ગરમ કરી રહ્યા હતા. માંડ આટલા દિવસે બહાર નીકળવા મળશે એવા હરખમાં ને હરખમાં કીકો પર કીકો મારતા જુવાનિયાઓ ને જયારે ખબર પડી કે મોદી સાહેબ