શોધ એક રહસ્યમય સફર સપનાથી સચ્ચાઈની - 8

(14)
  • 3.9k
  • 1
  • 1.4k

બે દિવસ પછી સાંજે ચાર વાગે અનીતા ઘરના ફોન પર રીંગ વાગે છે, અનીતા ટીવી જોતી હતી, તેની બાજુમાં જ ફોન પડેલો હતો, એટલે તે તરત જ ફોન ઉપાડે છે. " હેલો, અનીતા સાથે વાત થઇ શકે? હું ડોક્ટર સમીર બોલું છું" અનીતા અવાજ સાંભળતાં જ ઓળખી જાય છે. " હા, બોલો ડોક્ટરસાહેબ, ફોન આવ્યો મહેતા સાહેબનો?"અનીતા ડોક્ટર બોલે એ પહેલાં જ સવાલ પૂછે છે "તું એક કામ કર, રશ્મિને લઈને મારી ઓફિસ પર આવી શકીશ અત્યાંરે જ, અને રશ્મિને કહેજે કે એની ચિત્રોની બુક સાથે લેતી આવે" "પણ કંઇક કહો તો ખરી કંઈ ખબર પડી?" "તું આવીજા આપણે રૂબરૂ