લેખક : - મનીષ ચુડાસમા “સ્નેહનું પવિત્ર ઝરણું” સવારનાં દસ વાગ્યા હતાં. ધીમો ધીમો વરસાદ વરસતો હતો. મૌલિક અને પ્રીતિ અમદાવાદનાં બસ સ્ટેન્ડ પર બસની રાહ જોતાં ઊભા હતાં. મૌલિક પ્રીતિનાં મામાની છોકરી ડિમ્પલને જોવા જતો હતો. પ્રીતિનાં પિતા ધનજીભાઈએ સવારે જ ફોન કરીને મૌલિકનાં પિતા શંકરભાઈને કહ્યું, “હું વ્યવહારિક કામે બોટાદ આવ્યો છું અને અત્યારે મારા સાળાનાં ઘરે છું. જો મૌલિક અને તમે લોકો આજે બોટાદ આવી જાવ તો જોવાનું ગોઠવીએ એટલે મારે બીજો ધક્કો નહિ.” ધનજીભાઈ અને શંકરભાઈ કુટુંબી ભાઈઓ થતાં હતાં. બંને અમદાવાદમાં જ રહેતાં હતાં. પ્રીતિનું સાસરું પણ