ઔકાત – 1

(119)
  • 11.5k
  • 12
  • 5.9k

ઔકાત – 1 લેખક – મેર મેહુલ બળવંતરાય મલ્હોત્રા અત્યારે પોતાની આલીશાન ઓફિસમાં રિવોલ્વીંગ ચેર પર બેસીને ગહન વિચારોમાં ડૂબેલા હતાં. સહસા દરવાજો ખોલીને મંગુ ઓફિસમાં પ્રવેશ્યો. “જય મહાકાલ દાદા” મંગુએ બળવંતરાયનાં ચરણ સ્પર્શીને કહ્યું, “ગાડી તૈયાર છે” બળવંતરાય ઊભાં થયા. પંચાવન વર્ષે પણ તેનામાં હજુ ત્રીસ વર્ષનાં યુવાન જેવી સ્ફૂર્તિ હતી, ચહેરા પર તેજ હતું અને ચાલમાં એક અદા હતી. બળવંતરાય હંમેશા કાળું કુર્તુ-પેજામો પહેરતાં, પગમાં કાળ રંગની મારવાડી મોજડી, હાથમાં પૂર્વજોની ધરોહર એવી કિંમતી કાંડા-ઘડિયાળ રહેતી. બળવંતરાયનો ઘઉંવર્ણા ચહેરા પર હંમેશા સાગરનાં પાણીની જેવી શાંતિ રહેતી પણ તલવારકટ જાડી મૂછ અને આંખ નીચેનાં ઘાવને કારણે સામેની