મારી શિક્ષણયાત્રા ની બે દાયકાની સફર - ભાગ 5

  • 3.6k
  • 1.4k

એક અનોખો ગણિત ખંડ મહાન વૈજ્ઞાનિક આઇન્સ્ટાઇનના માટે “હું કદી ભણાવતો નથી,માત્ર બાળક ભણે તેવા સંજોગો ઉત્પન્ન કરું છું.”આજના સ્માર્ટ યુગમાં સ્માર્ટ પેઢી માટેના વિદ્યાર્થી માટે શિક્ષકે તો માત્ર સ્માર્ટ માર્ગદર્શક જ બનવું પડે. બાળકોમાં અખૂટ શક્તિઓનો ભંડાર હોવા સાથે તેઓ જીજ્ઞાસા વૃતિનો પણ ભંડાર છે.માત્ર આંગળી ચીંધી તેમને રસ્તાની દિશા જ બતાવવાની હોય છે અને પછી જુવો તમે ચિંધેલ દિશા તરફના રસ્તા પર તે કેવો સડસડાટ દોડે છે અને નવા નવા રસ્તાઓ પણ શોધી લાવે છે....અને તે વખતે ગુરુ કરતા શિષ્ય સવાયાની અધિક આનંદની લાગણી શિક્ષકને ખરા અર્થમાં શિક્ષક ધર્મ નીભાવ્યાનો સંતોષ મળે તે તો અદકેરો જ હોય!! આવો