જીવનનું અનુસંધાન જ ઇશ્વર છે, સૌથી પહેલાં આત્માનું અનુસંધાન થાય ઇશ્વર સાથે, ઇશ્વર આપણને શરીર ધારણ કરાવે પંચમહાભૂતો ના તત્વોથી, પછી આપે કારાવાસ "માં' ની કોખમાં, જીવનનું બહુમૂલ્ય જ્ઞાન હોય છે ગર્ભમાં, પણ જેવું અવતરણ થાય, લાગે માયા સંસારની, અનુસંધાન થાય સંસાર સાથે, આત્મા, શરીર, શ્વાસ બધું ઉછીનું છે, આપણું કશું નથી, જોડે કંઈ આવવાનું નથી, પણ મારું મારુ ની માયા લાગે, જીવ બંધાય માયામાં, જીવની શિવ સુધી યાત્રા સ્થગિત થાય, જ્યારે અંતઃ સ્ફુરણા થાય ત્યારે અંતિમ પડાવની નજીક હોઈએ અને માયાના બંધનોમાં થી નીકળવું મુશ્કેલ લાગે. જીવન મળ્યું અનુસંધાન થયું શ્વાસ સાથે, શ્વાસથી પળે પળે જીવાય, પળે પળે મરાય,