મધુરજની - 9

(59)
  • 5.3k
  • 1
  • 3.7k

મધુરજની ગિરીશ ભટ્ટ પ્રકરણ – ૯ મિજાજ બદલાઈ ગયો હતો મેધનો. આ શી રમત? તેણે તેની જાતને માનસીથી અળગી કરી નાખી. ‘મેધ.’ માનસી આજીજી કરતી હોય તેમ બોલી હતી પણ તેણે એ પ્રતિ સહેજ પણ ધ્યાન આપ્યું જ નહોતું. તરત જ પલંગ છોડીને દૂરના સોફા પર બેસી ગયો હતો. મુખ પણ બીજી દિશામાં રાખ્યું હતું જેથી માનસી નજરે ના પડે. હીટરમાંથી ગરમ હવા ફેંકાતી હતી. આખો ખંડ ગરમ હતો. છત પરથી તેજપુંજ ફેલાતું હતું જે આખા બિસ્તર પર પથરાઈ જતું હતું. શો અર્થ હતો- આ પ્રકાશનો, આ ગરમ હવાનો, આ રાતનો? અરે, મધુરજનીનો? જિંદગીનો, લગ્નનો, સંબંધનો? મેધનું મસ્તિષ્ક ગરમ હતું.