પવનચક્કીનો ભેદ - 5

(21)
  • 4.7k
  • 4
  • 2.1k

પવનચક્કીનો ભેદ (કિશોર સાહસકથા, ૧૯૮૨) પ્રકરણ – ૫ : ભેદમાં ભેદ ખંડેરનો ભેદ વળતી સવારે ઊઠતાં વેંત રામે મીરાંને કહ્યું, “આજે બપોરે આપણે રખડવા નીકળીશું. તને યાદ છે, ગયે વરસે તું પેલી પુરાણી પવનચક્કી જોવા આવવાની હતી, પછી ત્યાં જવાયું જ નહિ ? એટલે આ વરસે આપણે એમ કરીએ, પવનચક્કીથી જ શરૂઆત કરીએ.” “અને ભરતનું શું ?” મીરાંએ પૂછ્યું. રામે કહ્યું, “એને અહીં કેપ્ટન બહાદુર પાસે રાખી જઈશું. આજે હમણાં જ અહીં ખેતરમાં અહીંતહીં થોડેક ફેરવીશું એટલે એ માની જશે. આપણી પાછળ નહિ પડે.” એટલે સવારનાં દાતણપાણી અને દૂધ-નાસ્તો પતાવીને ત્રણે છોકરાં ખેતર ઉપર ઘૂમવા લાગ્યાં. ખેતીનાં ઓજારો, બળદની જોડી,