ગુજરાતની ટાઈટેનિક: વીજળી વૈતરણ ગ્રેંજમથ ડોકયાર્ડ કુ. લિ. દ્વારા ઈ.સ. 1885માં બનાવવામાં આવેલું વરાળથી ચાલતું અને સ્ટીલથી બનેલું જહાજ એટલે વીજળી, તેને બનતા ત્રણ વર્ષ લાગ્યા હતાં, આ જહાજમાં ત્રણ મજલા, પચ્ચીસ ઓરડા અને બે જહાજ સ્થંભ હતા. જહાજની વજન ક્ષમતા 292 ટન હતી. જહાજની લંબાઈ 170.1 ફીટ, પહોળાઈ 26.5 ફીટ અને ઊંડાઈ 9.9 ફીટ હતી. વરાળ ઈન્જિનને બે સિલિન્ડર હતાં, જેનો વ્યાસ 21” હતો અને 30” ના હડસેલા વડે 73 હોર્સ પાવર શકિત ઉત્પાદન