સકારાત્મક વિચારધારા 8 મેઘરાજા ના આગમન ના વધામણાં મિત્રો ને આપતા આ નયનો માં આજે એક ખુશી છલકાતી હતી.મૌસમ નો પહેલો વરસાદ જાણે અવસર.મિત્રો સાથે મૌજ મજા નો અવસર પણ આજે જાણે મન સંતાકૂકડી રમી રહ્યું હતું. મિત્રો સાથે જે સમય વિતાવ્યો એ હવે ફકત યાદો બનીને રહી જશે.હું યોગેશ સાતમા ધોરણ સુધી ગામડા ની સરકારી શાળા માં ભણેલો,પણ હવે પપ્પા નું પ્રમોશન અને બદલી થતાં અમે શહેર માં જઈ રહ્યા હતા અને ખાનગી શાળા માં એડમિશન લઈ લીધું હતું. તેથી જૂના મિત્રો ને છોડી ને