અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન-૯ આરાધ્યાની ઘરે કોઈ આવ્યું. જેનાં લીધે બધાંએ પાછળ ફરીને જોયું. પાછળ ફરતાની સાથે જ બધાંને એક ઝટકો લાગ્યો. પાછળ સુજાતા કોઈ આદમી સાથે ઉભી હતી. સુજાતાને અજાણ્યાં વ્યક્તિ સાથે જોઈને આદિત્યએ પૂછ્યું, "અરે તું અહીં? ને આ તારી સાથે કોણ છે?" "આ વ્યક્તિ જ આપણને મારાં અને રાજુના પપ્પા સુધી પહોંચાડશે. આઠ વર્ષ પહેલાં જે થયું હતું. એ આ વ્યક્તિ જાણે છે. આ અરવિંદઅંકલની ઓફિસમાં કામ કરતાં." "પણ આ વ્યક્તિ સાચું જ કહે છે. એ હું કેવી રીતે માની લઉં?" રાજુએ પૂછ્યું. "એ સાચું કહે છે રાજુ. કેમકે, હું જ્યારે એ ઓફિસમાં કામ કરતી. ત્યારે