મૃત્યુનું મધ્યાંતર - 4

(18)
  • 3.3k
  • 1
  • 1.3k

પ્રકરણ- ચોથું/૪બે દિવસ બાદ સવારના આશરે દસેક વાગ્યાની આસપાસ ઘરનું બધું જ નિત્યક્રમ આટોપીને ઈશિતાએ કોલ લગાવ્યો આદિત્યને.પણ કોલ રીસીવ ન થયો. ફરી પ્રયત્ન કર્યો, ફરી એ જ પરિણામ. એટલે ઈશિતાએ મેસેજ છોડી દીધો. એ પછી તેના કામે વળગી ગઈ. છતાં ચિત આદિત્યના કોલની પ્રતિક્ષામાં જ હતું. આશરે કલાક પછી પણ આદિત્યનો કોલ ન આવતાં ઈશિતાને નવાઈ લાગી. આવું પહેલાં કયારેય બન્યું નહતું. એટલે નંબર રીડાયલ કર્યો. કોલ રીસીવ થયો. ‘હેલ્લો.. ઈશિતા એક અરજન્ટ મીટીંગમાં છું. કામ પતાવીને કોલ કરું.’ આટલું બોલીને આદિત્યએ કોલ કટ કર્યો.આટલી વાતમાં ઈશિતાને નવાઈ એ વાતની લાગી કે આદિત્યના ટોનમાં ઘણો ફર્ક મહેસુસ થયો. એક દમ