મહેશકુમાર એન્ડ પાર્ટી ટિંગ ટોંગ.. હવે આપ વિવિધ ભારતી પર જુના ગીતો નો પ્રોગ્રામ ગિરા ગુર્જરી સાંભળશો.. લંબચોરસ ટેબલ જેવો રેડીયો અવાજ સંભળાય તો ખૂબ જ નવાઈ લાગે.. હું ખૂબ જ નાનો હતો આ અવાજ ક્યાંથી આવે છે એનું કુતૂહલ મનમાં સર્જાય ધીમે રહીને પાછળ થી અવાજ આવે આ પેટીની પાછળથી કોઈ બોલે છે..! અમે પાછળ જોતાં.. એટલામાં મામા આવાજ થોડોક વધારતાં ત્યારે મનમાં ખૂબ જ નવાઈ લાગતી “ અરે આ માંથી અવાજ આવે છે “ બધા ખડખડાટ હસતા..અમે નાના-નાના ભાણી ભાણીયા વિચારતા આવું કેવી રીતે બને ? કંઈ સમજાતું જ નહીં.. મામાનું ઘર કેટલે દિવો બળે એટલે..