કૉરોના ડૉટ કૉમ - પ્રકરણ - 9

  • 2.4k
  • 788

' ઓ... મા... ' નૈનાએ દુઃખભર્યા અવાજે ચીસ પાડી. 'શું થયું... ? શું થયું બેટા... ? ' નૈનાની મા રસોડામાં દોડતી આવી નૈનાને પૂછ્યું. 'નહીં મા... કશુ નહીં... બસ જરીક દાઝી ગઈ.. ''ક્યાં... ? બતાવ... હે ભગવાન... !સાવ બેદરકાર છોકરી છે આ...જરાયે પોતાનું ધ્યાન નથી રાખતી...''અરે મા... ટેંશન ના લે... સારું થઇ જશે.. બસ જરાક જ... ''શું જરાક જ... હાથ લાવ જોવ... 'કહી નૈના નો હાથ પોતાના હાથમા લઇ ફૂંક મારવા લાગી. નૈના ફૂંક મારતી માને એકીટસે જોઈ રહી...વિચારી રહી 'કાશ મા હૈયે વાગેલા ઘા પણ આમ ફૂંક મારીને તું દૂર કરી દેત તો કેવું સારું હોત...