સુહાની ઘર તરફ જવા નીકળે છે. સુહાની રસ્તે ચાલતી ચાલતી જતી હોય છે. સુહાનીને ફરી એ જ વિચાર આવે છે કે "રાજને ચૈતાલીથી ડરવાની શું જરૂર છે? ચૈતાલી અને રાજન વચ્ચે કંઈક તો છે! કંઈક એવું કે જેનાથી રાજન ડરે છે. પણ શું?" વિચાર કરતાં કરતાં સુહાની ફરી એ જ સૂમસામ રસ્તે અટકી જાય છે. બપોરના ચાર વાગી રહ્યા હતા. સુહાની વિચારે છે કે બપોરે પણ આ રસ્તો કેટલો બિહામણો લાગે છે. આસપાસ ઘટાદાર વૃક્ષોની હારમાળા. લીલા અને સૂકાયેલા પાંદડાઓ રસ્તા પર પડ્યા હતા. થોડો થોડો પવન આવતો હતો. જેનાથી સૂકાયેલા પાંદડાઓનો અવાજ આવતો તે ડરામણો લાગતો. સુહાનીને