રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય પ્રણયકથા - 20

(17)
  • 4.7k
  • 2k

ભાગ - 20લગ્નની ચાલુ વિધિમાં, પંકજભાઈએ વેદના કાનમાં રીયા અને શ્યામ વિશે કરેલ વાતથી, વેદ બિલકુલ વ્યથિત થઈ જાય છે. વેદ, દુઃખી અને ટેન્શનમાં તો પહેલેથી જ હતો.કારણ કે, તેનો મિત્ર શ્યામ આજે પોતાના લગ્નમાં હાજર નથી રહી શકયો. પાછુંવેદના પોતાના લગ્નમાં શ્યામ હાજર નહીં રહી શકવાનું કારણ પણ કેવું ? વેદના મનમાં આજ ગડમથલ ચાલી રહી છે, કે શ્યામે...શ્યામે મને બચાવવા માટે પોતાનું અંગ-દાન કર્યું. મારા માટે એણે એની જીંદગી દાવ પર લગાવી દીધી. એણે મારા માટે એટલી હમદર્દી અને પ્રેમ બતાવ્યો કે, આટલી હમદર્દી કે પ્રેમ તો કદાચ... એક સગો ભાઈજ બતાવી શકે. એજ, ભાઈથી