અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન - 7

(24)
  • 3.5k
  • 2
  • 1.6k

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન-૭ આદિત્ય કોલેજે પહોંચીને રાજુનો હાથ પકડી તેને કેન્ટીન તરફ લઈ ગયો. કેન્ટીનમાં પહોંચી રાજુએ પૂછ્યું, "તું શું કરી રહ્યો છે? મને અત્યારે અહીં શાં માટે લાવ્યો?" "મારે તને એક વાત જણાવવી ખૂબ જ જરૂરી છે. તો તું પ્લીઝ મારી વાત ધ્યાનથી સાંભળ." આદિત્યએ ગંભીર અવાજે કહ્યું. "કાલે સુજાતાની ઘરે જે કાંઈ થયું‌. એ મેં જ કર્યું હતું. પેલા ચોકીદારને મેં જ માર્યો હતો, ને તેને માર્યા પછી મેં ખુદ જ મારાં માથામાં ડંડો માર્યો, ને બેહોશ થવાનું નાટક કર્યું." આદિત્ય બધું એક જ શ્વાસે બોલી ગયો. "શું બકવાસ કરે છે તું? ક્યાંક માથાંમાં વાગવાથી તું પાગલ